નગડીયા વાડી વિસ્તારમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, ૭ની ધરપકડ

પોલીસે જુગરધામ પર દોરડો પાડી કુલ રૂ.૩૨૮૪૩૦નો મુદામાલ જપ્ત કર્યો

દ્રારકા : દ્રારકા જિલ્લાના નગડીયા વાડી વિસ્તારમાં જુગરધામ ધમધમતું હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેઇડ કરીને જુગાર રમતા સાત આરોપીઓને દબોચી લીધા હતા. તેમજ પોલીસે જુગરધામના સ્થળ ઉપરથી કુલ રૂ, ૩૨૮૪૩૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની કલ્યાણપુર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર દેવભુમી દ્વારકા જિલ્લાના નગડીયા ગામની સિમમાં એક આરોપી પોતાની વાડીના મકાને બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવીને જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે ગઈકાલે પોલીસ સ્ટાફે ત્યાં ત્રાટક્યો હતો અને આ સ્થળે જુગાર રમતા લીલાભાઈ રામદેભાઈ ઓડેદરા, કાનાભાઈ હરદાસભાઈ ઓડેદરા, વેજાભાઈ મુરૂભાઈ ઓડેદરા, રાહુલભાઈ જીવણભાઈ રૂડાચ, નાગાજણભાઈ સામતભાઈ મુન, દેવુભાઈ નાનશીભાઈ કારીયા,ઈકબાલભાઈ રજાકભાઈ શેતાને ચલણી નોટો રૂ. ૭૮૪૩૦ તથા મારૂતી કંપનીની ઈક્કો ફોર વ્હીલ વાહન નં.GJ-37-B-6488 જેની કિં.રૂ.૨૫૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ, ૩૨૮૪૩૦ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.