દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા 13 કોરોના પોઝિટિવ કેસ

1274 લોકોના ટેસ્ટ કરાતા દ્વારકામાં 12 અને ખંભાળિયામાં એક કેસ નોંધાયો

દ્વારકા : કોરોના મહામારીની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે નવા 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં દ્વારકા શહેરમાં 12 અને ખંભાળિયામાં એક નવો કોરોના કેસ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લામાં કુલ 1274 શંકાસ્પદ દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા દ્વારકા શહેર અને ગ્રામ્યમાં કુલ 12 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે જિલ્લામાં ખંભાળિયામાં એક ને બાદ કરતાં અન્ય તાલુકામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.