બનેવી સાથેના અગાઉના મનદુઃખનો ખાર રાખી સાળાએ યુવક પર હુમલો કર્યો

ખંભાળીયાના વડાલીયા સિંહણા ગામેં મારમારીના બનાવમાં 4 સામે ફરિયાદ નોંધાઈ

દ્રારકા : દેવભૂમિ દ્રારકા જિલ્લાના ખંભાળીયાના વડાલીયા સિંહણા ગામેં મારમારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં બનેવી સાથેના અગાઉના મનદુઃખનો ખાર રાખી સાળા સહિતના શખ્સોએ યુવક પર હુમલો કર્યો હતો.આ બનાવમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બનાવની ખંભાળીયા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજેશભાઈ હીરાભાઈ ચોપડા (તા.ખંભાળીયા જી.દેવભુમિ દ્વારકા) એ આરોપીઓ જીગેશભાઇ, ભોજાભાઇ બેચર, દેવીબેન જીગેશભાઇ, રાજીબેન ભોજાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૫ના રોજ વડાલીયા સિંહણા ગામેં એક આરોપીએ તેના બનેવી સાથે આગાઉ ફરીયાદ કરેલ તેનુ મનદુખ રાખી એક આરોપીએ લાકડી વડે માર મારી જમણા હાથમા ફેક્ચર કરી તથા આરોપી મહિલાઓ સહિતનાએ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.