નંદાણાનો શખ્સ ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપાયો

કલ્યાણપુર : નંદાણા ગામનો રહેવાસી 31 વર્ષીય યુવાનને પોલીસે બંદૂક સાથે ઝડપી લીધો હતો.પોલીસે તેની સામે હથિયારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો.

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા ગગુ બાબુભાઈ પરમાર નામના 31 વર્ષના હિન્દુ ડફેર યુવાનને પોલીસે પાસ કરવાના વગરની હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ,તેની સામે હથિયારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.