દાત્રાણા ગામેં પડતર મકાનમાંથી ૭૦ બોટલ દારૂ સાથે બેલડી ઝડપાઇ

વિદેશી દારૂની હેરાફેરી કરનાર અન્ય એકનું નામ ખુલ્યું

દ્રારકા : દેવભૂમિ દ્રારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામેં પડતર મકાનમા પોલીસે બાતમીના આધારે ગઈકાલે રેઇડ કરીને આ મકાનમાંથી ૭૦ બોટલ ઈંગ્લિશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે વિદેશી દારૂની હેરાફેરી કરનાર અન્ય એકનું નામ ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની ખંભાળીયા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર દેવભૂમિ દ્રારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામેં આરોપી મહેશભાઇ સવદાસભાઇ ચાવડાના મકાનમાં વિદેશી દારૂ છુપાવેલો હોવાની બાતમી મળતા એલ.સી.બી.દેવભૂમિ દ્રારકાએ ત્યાં ગઈકાલે દોરડો પાડ્યો હતો. આરોપીના રેહણાક મકાન પાસે ગાત્રાળ માતાજીના મંદીર માટે રહેલ પોતાના કબજાના પડતર મકાનમાંથી રેઇડ દરમીયાન ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂની બોટલ નંગ –૭૦ કી.રૂ. ૨૮,૦૦૦ મુદામાલ મળી આવતા પોલીસે આરોપીઓ મહેશભાઇ સવદાસભાઇ ચાવડા અને હરદીપસિહ દોલુભા જાડેજાને ઝડપી લીધા હતા. જ્યારે આ દારૂના વેપલામાં હેમુભાઇ ઉર્ફે હેમતભાઇ ગઢવીનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.