દ્વારકા જિલ્લામાં આજે વધુ 12 કોરોના પોઝિટિવ કેસ

દ્વારકા તાલુકામાં 10 અને ખંભાળિયામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા

દ્વારકા : દ્વારકા જિલ્લામાં આજે વધુ 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ છેલ્લા પાંચ દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા નવા 70 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે 565 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા દ્વારકા તાલુકામાં 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે ખંભાળિયા તાલુકામાં આજે નવા 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ વધતા છેલ્લા 5 દિવસમાં જ દ્વારકા જિલ્લામાં 70 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.