દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાતિલ ઠંડીનો કહેર: જનજીવન પ્રભાવિત

(કુંજન રાડિયા દ્વારા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સાંજથી ઠંડીનું જોર વધ્યું છે. ખંભાળિયા તાલુકામાં તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા સિંગલ ડિજિટ સુધી તાપમાન પહોંચી ગયું છે. આજે સવારથી ખંભાળિયાના નગરજનોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.

આ સાથે ફૂંકાતા ઠંડા પવનથી ગાત્રો થીજવી દે તેવી ઠંડી અનુભવાઈ હતી. જેના કારણે વહેલી સવારે દસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. જેની સીધી અસર અસર જનજીવન પર જોવા મળી હતી. આજે સવારે બજારો ખુલી હતી. હાલની પરિસ્થિતિમાં પશુ -પક્ષીઓ વધુ દયાજનક પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસો વધુ ઠંડી ભર્યા બની રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.