દ્વારકા જિલ્લામાં કોરોના કૂણો પડ્યો : નવા 10 કેસ

(કુંજન રાડીયા દ્વારા)
જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 25 કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ આજે કોરોના કૂણો પડ્યો હોય તેમ નવા દસ કેસ સામે આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1335 નાગરિકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમા દ્વારકા તાલુકામા 9 અને ખંભાળિયા નવાપરા વિસ્તારમાં એક મળી કુલ 10 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.