રાજ્યમાં તરુણોના કોરોના રસીકરણની કામગીરીમાં દ્વારકા જિલ્લો મોખરે

દ્વારકા : દેશભરમાં કોરોના વાયરસના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે 15થી 18 વર્ષના તરુણોને કોરોનાના ડોઝ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના રસીકરણમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે

સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 15થી 18 વર્ષના તરુણોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 72.47 ટકા રસીકરણ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગના સંકલનમાં રહી જિલ્લા આરોગ્ય વિભાગે ગણતરીના દિવસોમાં 15થી 18 વર્ષના કુલ 27,616 તરુણોના રસીકરણની કામગીરી કરવામાં આવી છે.