દ્વારકા ગોપી તળાવ નજીક લકઝરી બસ – ટ્રક વચ્ચે અકસ્માત

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં આજે બપોરના સમયે ખાનગી પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોબકે સદભાગ્યે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ બપોરના સમયે યાત્રાધામ દ્વારકાના ગોપી તળાવ નજીક ખાનગી લકઝરી બસ અને ટ્રક સામ – સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.