ખંભાળિયામાં આજે ગાયત્રી ગરબા મંડળનો વાર્ષિકોત્સવ

રાત્રે અન્નકૂટ અને દિપમાળાના દર્શન

જામખંભાળિયા : ખંભાળિયાની જાણીતી ધાર્મિક સંસ્થા તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શ્રી ગાયત્રી ગરબા મંડળનો આજે વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો છે.

ખંભાળિયા સહિત જુદા જુદા વિસ્તારોમાં ધાર્મિક સત્સંગ સાથે ગૌસેવા, તબીબી સેવા, શૈક્ષણિક સેવા, તેમજ સામાજિક સેવા પ્રવૃતિઓમાં કાર્યરત એવા ગાયત્રી ગરબા મંડળના આજરોજ 37 મા વાર્ષિક ઉત્સવની ભાવભરી રીતે ઉજવણી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્રે સિકોતર માતાજીના મંદિર ખાતે આજરોજ સવારે ગાયોને લાડવા ખવડાવવા તથા મંદિરે નૂતન ધ્વજારોહણનું આયોજન કરાયું હતું. આ સાથે આજરોજ રાત્રે 9 વાગ્યે અન્નકૂટ દર્શન તથા રાત્રે 10 વાગ્યે દીપમાળાના દર્શન સાથે માતાજીના સત્સંગના વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે. આ માટે કોરોના ગાઈડ લાઈનને અનુસરીને ગાયત્રી ગરબા મંડળ દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રવીણભાઈ છગ તથા મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.