દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ વિસ્તારો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસોમાં કોરોના વાયરસના અનેક પોઝીટીવ કેસ નોંધાયા છે. જે અન્વયે ખંભાળિયામાં હનુમાન મંદીર પાસે, પ્રિન્સ જનરલ સ્ટોરની સામે તુલસી પાર્ક સોસાયટી અને દ્વારકા તાલુકામાં નાથા કુવા શેરી, જલિયાણ ફાઈટ્સ 103, ભથાણ ચોક બરફ કારખાના પાસે, મંદીર ચોક, ફુલેકા શેરી અને સિધ્ધિનાથ મંદીર પાસે તેમજ ન્યુ જે 2-4 મીઠાપુર, નવા સ્લેટ – 40 અને એન.એ.સી.પી. – બી.એસ.એફ. ક્વાર્ટર- મોજપ વિસ્તારમાં કુલ નવ ઘરોમાં નોવેલ કોરોના વાયરસના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

આ જાહેરનામાં અન્વયે ઉપરોક્ત વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ તથા તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃતિ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ગાઈડલાઈન એસ.ઓ.પી. અનુસાર આરોગ્ય ટીમ દ્વારા સો ટકા થર્મલ સ્ક્રીનીં, કોન્ટેક્ટ ટ્રેસીંગ, હાઈસ-ટુ-હાઉસ સર્વેલન્સ કરવાનું રહેશે અને સબંધિત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા આ સિવાય અન્ય તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરી આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. કન્ટેનમેન્ટ જાહેર કરેલ વિસ્તારમાંથી મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓની સપ્લાય સાથે સંકળાયેલ પાસ ઘારકો સિવાય કોઈ પણ વ્યક્તિ બહાર અવર-જવર કરી શકશે નહીં.

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં ભારત સરકારના કન્ટેન્મેન્ટ ઝોન પ્લાનની ગાઈડલાઈન અને આ જાહેરનામાની અમલવારી ચૌદ દિવસ તા. 23 જાન્યુઆરી સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.