દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના કેસમાં ફરી ઉછાળો : નવા 15 કેસ

દ્વારકા તાલુકામાં 14 અને ખંભાળિયામાં 1 કોરોના પોઝિટિવ કેસ : 4 દર્દી ડિસ્ચાર્જ

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ફરી કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે દ્વારકા તાલુકામાં 14 અને ખંભાળિયામાં નવો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ આજે કુલ 1303 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ચેક કરવામાં આવતા કુલ 15 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં દ્વારકા તાલુકાના 14 અને ખંભાળિયામાં 1 દર્દી કોરોના પોઝિટિવ આવતા કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો ફેલાવો વધતા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે,સાથોસાથ રસીકરણ ઝુંબેશને પણ વેગવાન બનાવી વધુને વધુ લોકોને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે.આજના દિવસે કોરોનાના ચાર દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.