ખંભાળિયામાં રાજસ્થાનના જ્યોતિષાચાર્યનો જ્યોતિષ લોક દરબાર યોજાયો

જ્યોતિષ શાસ્ત્ર સો ટકા સત્ય છે, જ્યોતિષકાર ખોટો હોઈ શકે: શાસ્ત્રીજી

જામ ખંભાળિયા : મૂળ રાજસ્થાનના પુષ્કર્ણા બ્રાહ્મણ તથા વિશ્વવિખ્યાત જ્યોતિષ આચાર્ય પ્રભુભાઈ પુષ્કર્ણાનો લોક દરબાર તાજેતરમાં ખંભાળિયાના ગણાત્રા હોલ ખાતે વિનામૂલ્યે યોજવામાં આવ્યો હતો.

ખંભાળિયાના પુષ્કર્ણા બ્રાહ્મણ દિલીપભાઈ મગનલાલ બોડાના સૌજન્યથી યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં જ્યોતિષ બાબતે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાનકાળના સચોટ માર્ગદર્શનના કારણે આ સ્થળે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. બપોરે બે વાગ્યે શરૂ થયેલો આ કાર્યક્રમ લોકોના આકર્ષણ તથા સંખ્યાના કારણે રાત્રે અઢી વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં શાસ્ત્રીજીએ અનેક વ્યક્તિઓને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરાવી આપ્યું હતું.