વાડીનાર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જામખંભાળીયા : ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે જાહેરમાં ગંજીપાના વડે તીનપતી નામનો જુગાર રમી રહેલા સાજીદ હુશેન સુંભણીયા, હસન મામદ ભાયા, હુસેન કાસમ ભાયા, સલીમ એલિયાસભાઈ સુંભણીયા અને હનીફ હુસેનભાઈ સુંભણીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂપિયા 3,240નો મુદામાલ કબજે કર્યો હતો.