ખંભાળિયામાં ઈનોવેશન ફેરમાં ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરાઈ

જામખંભાળિયા : રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કોઈપણ નવતર પ્રયોગ કરનારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં છે. ત્યારે ખંભાળિયા ખાતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો ઇનોવેશન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયા સલાયાના શિક્ષક નિકુંજભાઈ સવણીએ વિદ્યાર્થીઓ માટે કોરોનાના સમયમાં જુદી જુદી પ્રવૃતિઓ અને ટેકનોલોજીના સમન્વયથી વર્ગને સ્વર્ગ કેવી રીતે બનાવી શકાય એ અંગેનો પોતાનો નવતર પ્રયોગ “મારી પરીક્ષા મારું પરિણામ” શિર્ષક સાથે રજૂ કર્યો હતો. આ ઇનોવેશન ફેરમાં જિલ્લાના કુલ 48 શિક્ષકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી.