ખંભાળિયા અને ભાણવડમાં દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, એકની શોધખોળ

જામખંભાળીયા : ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર ગુલાબ ટેકરી વિસ્તારમાં રહેતા રવિ સુરાભાઈ ગમાણા નામના 19 વર્ષના શખ્સને પોલીસે રૂ. 15 હજારની કિંમતના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા પાંચ હજારની કિંમતના એક મોબાઈલ ફોન સાથે 22 લીટર દારૂના જથ્થા મળી કુલ રૂપિયા 20,440 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે આ જ વિસ્તારમાં રહેતા લાખા ગઢવી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ રવી ગમાણાની અટકાયત કરી, લાખા ગઢવીની શોધખોળ હાથ ધરી છે.

ભાણવડની રેલવે કોલોની ક્વાર્ટરમાં રહેતા સંતોષકુમાર ચીન્નાદુરાઈ નામના 29 વર્ષના ક્રિસ્ચન યુવાનને પોલીસે રૂપિયા 10 હજારની કિંમતના મોટરસાયકલ પર રૂપિયા 2,800 ની કિંમતની સાત બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે નીકળતા ઝડપી લઈ, પ્રોહીબીશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.