ભાટીયા પાસેથી પીધેલો બાઈક ચાલક ઝડપાયો

ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા કેશવ જીવણભાઈ ભાચકન નામના 34 વર્ષના ગઢવી શખ્સને ભાટીયા ગામ નજીકથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાયસન્સ વગર રૂપિયા 15 હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.