બેટ દ્વારકાની પાંચ ફેરી બોટના લાયસન્સ એક સપ્તાહ માટે રદ્દ

નિયત ભાડા કરતા વધુ ભાડું વસૂલવા ઉપરાંત પેસેન્જર સાથે ગરવર્તુણકની ફરિયાદને પગલે મેરિટાઇમ બોર્ડ દ્વારા પગલાં

(રાજુભાઈ રૂપારેલિયા દ્વારા)
દ્વારકા : ઓખા અને યાત્રાધામ બેટ દ્વારકા વચ્ચે ચાલતી પાંચ ફેરી બોટના લાયસન્સ એક સપ્તાહ માટે રદ કરી ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા દંડનીય કાર્યવાહી કરવા હુકમ કરાયો છે.

ઓખા અને યાત્રાધામ બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં વધુ ભાડા વસૂલવા, ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરવા તેમજ પેસેન્જર સાથે ગેરવર્તનની ફરિયાદો ને અનુસંધાને સૂરજ-2, અલ બશીરી, દરિયા દોલત,સંજરી અને રજિયા સુલતાન નામની પાંચ બોટના લાયસન્સ એક સપ્તાહ માટે રદ્દ કરી દંડનીય કાર્યવાહી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવતા ફેરી બોટ સર્વિસ ચલાવતા બોટ ધારકોમાં ફફડાટ મચી ગયો છે.