મીઠાપુરના સુરાજકરાડીમાં પોલીસ તંત્ર દ્વારા ચાઈનીઝ દોરાનું ચેકીંગ હાથ ધરાયુ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરના પી.આઈ. જી.આર.ગઢવી રૂબરૂ પતંગોના સ્ટોલ પર જઈ ચાઈનીઝ દોરા અંગે ચેકીંગ કરેલ હતું.ચાઈનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ કરતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ તેનો ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તેમાં માટે ચેકીંગ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

આવતીકાલે ઉત્તરાયણ હોવાથી બજારમાં ચાઈનીઝ દોરાનું જોરશોરથી વેચાણ થઇ રહ્યું છે.ચાઈનીઝ દોરાથી રોડ પર અકસ્માતો થાય છે.પક્ષીઓ ઘાયલ છે. ઉપરાંત બાળકોના હાથમાં પણ કાપા પડી જતા હોય છે.તેથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આવી દોર વાપરવા પર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ચાઈનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં બજારમાં ચાઈનીઝ દોરાનું વેચાણ થાય છે.તેથી મીઠાપુરના પી.આઈ.જી.આર.ગઢવી પતંગોના સ્ટોલ પર રૂબરૂ ચેકીંગ માટે નીકળેલ હતા.જેથી ચાઈનીઝ દોરાનું વેચાણ અટકાવી શકાય અને કોરોનાની પરિસ્થિતિને જોતા માસ્ક પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સ જળવાય રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.