કોરોના સંક્રમણ વધતા દ્વારકા જિલ્લામાં કડક નિયંત્રણો : જાહેરનામું પ્રસિદ્ધ

જામ ખંભાળિયા : કોરોના સંક્રમણને અટકાવવા અંગે સમગ્ર રાજ્યમાં મુકવામાં આવેલ નિયંત્રણોની સમય મર્યાદામાં કેટલાક ફેરફારો સાથે તા. 22 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. જેને ધ્યાને લઈ દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ સમગ્ર જિલ્લામાં કેટલાક કડક પ્રતિબંધ જાહેર કરતું સુધારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

આ જાહેરનામાં અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિ, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારોહ તેમજ ધાર્મિક સ્થળો તથા લગ્ન પ્રસંગએ ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ તમામ પ્રસંગોએ કોરોના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે અને તેનો અમલ તારીખ 22 જાન્યુઆરી સુધી
કરવાનો રહેશે.