દેવભૂમિ જિલ્લામાં નવા 28 કોરોના પોઝિટિવ કેસ

ભાણવડમાં કોરોના ભૂરાયો થયો એક સાથે નવ કેસ : દ્વારકામાં 16, ખંભાળિયામાં 3 પોઝિટિવ

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોરોના થોડો હળવો પડ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે આજે નવા 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બીજી તરફ આજે ભાણવડમાં કોરોના ભૂરાયો થયો હોય તેમ એક સાથે 9 કેસ સામે આવ્યા છે. ઉપરાંત ખંભાળિયામાં 3 નવા કેસ નોંધાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન કુલ1543 લોકોના ટેસ્ટ કરતા કુલ 28 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા.જેમાં દ્વારકામાં 16, ભાણવડમાં 9 અને ખંભાળિયામાં ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે દેવભૂમિ જિલ્લામાં કુલ 10 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે જેમાં દ્વારકાના 9 અને ખંભાળિયાના 1 દર્દીનો સમાવેશ થાય છે.