ભાણવડમાં બે વરલી ભક્ત ઝડપાયા

ખંભાળિયા : ભાણવડ પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા બે વરલી ભક્તોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે જગમાલ ઉર્ફે જગો ધનાભાઈ ચેતરીયા અને યુસુફ હાસમ સમા નામના બે શખ્સોને જાહેરમાં વર્લી-મટકાનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 8,280/- ની રોકડ રકમ તથા વરલી મટકાનું સાહિત્ય કબજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.