સુપ્રસિદ્ધ ગાયક કલાકાર અનુરાધા પૌંડવાલ દ્વારકાધીશના દર્શને

(રીશી રૂપારેલિયા)
દ્વારકા : સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અનુરાધા પૌંડવાલ આજે દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. તેઓની સાથે પોરબંદરના સાંસદ રમેશ ધડુક પણ જોડાયા હતા. જગત મંદિર દ્વારકાની મુલાકાત દરમિયાન અનુરાધા પૌંડવાલજીએ દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવાની સાથે મંદિરના પૂજારી મહેશ્વરભાઈ ઠાકરના પણ આશીર્વાદ લીધા હતા.