દ્વારકા જિલ્લામાં ત્રણ પીધેલા વાહનચાલકો સામે કાર્યવાહી

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા પોલીસે નશો કરેલી હાલતમાં નીકળેલા ત્રણ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

કલ્યાણપુરથી આશરે સોળ કિલોમીટર દૂર ભાટીયા ગામ પાસેથી પસાર પહેલા ખીમા સીદાભાઈ પરમાર નામના 40 વર્ષના યુવાનને પોલીસે રૂપિયા દોઢ લાખની કિંમતના મહેન્દ્રા કંપનીના બોલેરો વાહનમાં લાયસન્સ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ગુરુવારે રાત્રે નીકળતા ઝડપી લીધો હતો.

આ ઉપરાંત ભાટિયા ગામના કાના માલદે લુણા નામના 50 વર્ષના ગઢવી આધેડને પોલીસે રૂપિયા પાંચ હજારની કિંમત મોટરસાયકલ પર લાયસન્સ વગર પીધેલી હાલતમાં નીકળતાં ઝડપી લીધો હતો. ખંભાળિયામાં રહેતા પારસ પરસોતમભાઈ ચોપડા નામના 25 વર્ષના યુવાનને અહીંના ચાર રસ્તા ચોકડી પાસેથી રૂપિયા 10 હજારની કિંમતના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.