ભાણવડના મોખાણાના વૃદ્ધને મારી નાખવાની ધમકી

જૂના મનદુઃખના ખારમાં બે શખ્શોએ ધમકી આપતા ફરિયાદ

ખંભાળિયા : ભાણવડના મોખાણા ગામે જુના મનદુઃખના ખારમાં બે શખ્સોએ વૃદ્ધને જાનથી મારી નાખવાં ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ ભાણવડ તાબેના મોખાણા ગામની સીમમાં રહેતા વશરામભાઈ હાજાભાઈ ઘોયલ નામના 65 વર્ષના કોળી વૃદ્ધ સાથે અગાઉ થયેલી થયેલા મનદુઃખનો રાખી, આ જ ગામના રૂડા રૈયાભાઈ ચાવડા અને જગા કાનાભાઈ ચાવડા નામના બે શખ્સોએ તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.