દેવભૂમિ જિલ્લામાં ઠંડીનો કહેર : જનજીવન ઠુંઠવાયું

પશુ-પક્ષીઓ પણ હાલાકીમાં મુકાયા

જામ ખંભાળિયા :
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસો ભારે ઠંડી ભર્યા અનુભવાઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર આવી રહ્યું છે ગઈકાલે શુક્રવારે તથા આજે પણ સવારે નોંધપાત્ર ઠંડી લોકોએ અહેસાસ કર્યો હતો. આ વચ્ચે પવનનું જોર પણ રહેતા ઠંડીમાં વધારો અનુભવાયો હતો. ઠંડીના કહેરના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. લોકો સાથે અબોલ પશુ પક્ષીઓ પણ ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે.