દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના હળવો પડ્યો : નવા 9 કેસ

ભાણવડમાં પાંચ કેસ, દ્વારકામાં 4, ખંભાળિયા અને કલ્યાણપુરમાં એક પણ કેસ ન આવતા રાહત

(રિશી રૂપારેલીયા દ્વારા)
દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે લાંબા સમય બાદ કોરોના હળવો બનતા રાહતના સમાચાર મળ્યા છે. આજે જિલ્લામાં નવા 9 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં દ્વારકામાં 4 અને ભાણવડમાં નવા પાંચ કેસ સામે આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લામાં કુલ 697 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા ભાણવડમાં પાંચ કેસ, દ્વારકામાં 4, ખંભાળિયા અને કલ્યાણપુરમાં એક પણ કેસ ન આવતા રાહત અનુભવાઇ છે.આ સાથે જ આજે દ્વારકાના 10 અને ખંભાળિયાના 3 મળી 13 દર્દીઓએ કોરોનાને હરાવી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.