દ્વારકામાંથી પીધેલો બાઈક ચાલક ઝબ્બે

ખંભાળિયા : દ્વારકાની મધ્યમાં આવેલી મંદિર સુરક્ષા કચેરી પાસેથી ભર બપોરે દારૂ પીને નીકળેલા ગોરીંજા ગામના ગુમાનભા ભૂટાભા માણેક નામના 22 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે ડિલક્ષ મોટરસાયકલ સાથે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.