દ્વારકા જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા :
ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદ્દન ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની ગુગલમીટના માધ્યમ થકી ઓનલાઈન બેઠક યોજાઈ હતી.

અહીંના જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને મળેલી આ ઓનલાઈન બેઠકમાં નાગરિક સેવાની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય અને સરકારી વસુલાત અને આગેવાનો, ધારાસભ્ય ઉપરાંત પદાધિકારીઓના પત્રના સમયસર પ્રત્યુત્તર આપી અરજીઓનો નિકાલ થાય તે અંગે સંબંધિતોને સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત જિલ્લા કલેક્ટરએ કોરોનાની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન થાય તે અંગે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો પણ કર્યા હતા.

આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી, અધિક કલેકટર કે.એમ. જાની સહિત જિલ્લાના સબંધિત અધિકારીઓ પણ સાથે જોડાયા હતા.