દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતી ચિંતાજનક : 55 નવા દર્દીઓ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વધુ એક વખત ચિંતાજનક ગણી શકાય તેટલા 55 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આજરોજ રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 1,202 કોરોના ટેસ્ટમાં વઘુ એક વખત દ્વારકા તાલુકાના નોંધપાત્ર 28 નવા કેસની આગેવાની હેઠળ ભાણવડમાં 19, ખંભાળિયામાં પાંચ અને કલ્યાણપુર તાલુકામાં ત્રણ નવા કેસ નોંધાયા છે. આ વચ્ચે દ્વારકા તાલુકાના દસ અને ખંભાળિયા અને એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.