વિદેશી દારૂની બાટલી સાથે ભાણવડનો શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

ખંભાળિયા : ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા ભીમસી મેરામણભાઈ રાવલીયા નામના 40 વર્ષના યુવાનને પોલીસે રૂપિયા 9,600 ની કિંમતની 24 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામના કમલેશ જેતાભાઈ ભારવાડીયા નામના શખ્સ પાસેથી લીધો હોવાનું કબુલતા પોલીસે ભીમસી રાવલિયાની પ્રોહીબીશન એક્ટ મુજબ અટકાયત કરી, કમલેશ ભારવાડીયાની શોધખોળ હાથ ધરી છે.