ભાણવડમાં પીધેલી હાલતમાં બે બાઈક ચાલક ઝબ્બે

ખંભાળિયા : ભાણવડ તાબેના રુપામોરા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર ઉર્ફે ટીનો કારાભાઈ નનેરા નામના 35 વર્ષના યુવાનને પોલીસે રોજીવાડા ગામના પાટિયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો. આ ઉપરાંત રુપામોરા વિસ્તારના રહીશ રૂડાભાઈ આલાભાઈ ખાવડુ નામના 67 વર્ષના વૃદ્ધને પણ પોલીસે રૂપિયા 10 હજારની કિંમતના સી.ડી. ડીલક્ષ મોટરસાયકલ પર પીધેલી હાલતમાં ઝડપી લઈ, આ બંને સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.