દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોરોનાના નવા 34 કેસ: 56 દર્દીઓ સ્વસ્થ થયા

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ મંગળવારે ખંભાળિયા અને દ્વારકા તાલુકાના 15-15 તથા ભાણવડના ત્રણ અને કલ્યાણપુરના એક મળી કુલ 34 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે દ્વારકાના 41 સહિત જિલ્લામાં કુલ 56 દર્દી અને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્યતંત્ર દ્વારા આજે કુલ 1,178 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.