ખંભાળિયામાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે હિન્દુ યુવા વાહિની સંસ્થાના ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી-જુદી ટીમો વચ્ચે મેચ ખેલાયો હતો. આ બાદ યોજાયેલા ફાઇનલ મેચમાં અહીંના જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ તથા રનર્સ અપ ટીમને ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શક્તિનગરના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો તથા સ્થાનિક ગ્રામજનો જોડાયા હતા.