દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આગેવાનો સાથેની મિટિંગ સંપન્ન

જિલ્લાના હોદેદારો, કાર્યકરોની ઉપસ્થિતિ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના જુદા- જુદા તાલુકાઓના પાર્ટીના મંડલની એક મીટીંગ તાજેતરમાં યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના મંડળના દરેક આગેવાનો ઉપસ્થિતિમાં પ્રમુખ સાથે મહામંત્રી સહિતના હોદેદારો, કાર્યકરો જોડાયા હતા. આ બેઠકમાં જિલ્લાના તમામ ચાર તાલુકાઓ માટેના પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી.