ખંભાળિયામાં જેસીબી વાહન ચલાવવા બાબતે યુવાનને માર પડ્યો

ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના ભટ્ટગામ ખાતે રહેતા નારણભાઈ સોમાભાઈ પરમાર નામના 32 વર્ષના યુવાને આ જ ગામના માંડણભાઈ ગઢવી દ્વારા જેસીબી ચલાવવા બાબતે બોલાચાલી કરી, બીભત્સ ગાળો કાઢી, ફડાકા મારી લેતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે નારણભાઈ પરમારની ફરિયાદ પરથી માંડણભાઈ ગઢવી સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.