ખંભાળિયાના મહિલા એડવોકેટ ફાલ્ગુનીબેન વ્યાસનો આજે જન્મદિવસ

ખંભાળિયા : ખંભાળિયામાં રાજકીય ક્ષેત્રે આગડપડતું નામ ધરાવતાં તેમજ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા ફાલ્ગુનીબેન અમિતભાઈ વ્યાસનો આજે જન્મદિવસ છે. સૌરાષ્ટ્ર કરછ સમસ્ત બ્રહમસમાજના જિલ્લા મહીલા પાંખના પ્રમુખ તેમજ બ્રહ્મઅગ્રણી અને ખંભાળિયાની વિવિધ સેવાકીય સંસ્થાઓ જેવી કે મહિલાઓ- બાળકોને લગતી અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે.

૧૯૭૮ માં જન્મેલા ફાલ્ગુનીબેન વ્યાસ તેમની રાજકીય કારકિર્દી ભારતીય જનતા પાર્ટીમાં શહેર મહીલા મોર્ચાના પ્રમુખ તરીકેનું શુકાન સંભાળ્યા બાદ ખંભાળિયા નગરપાલીકામાં ઉપ-પ્રમુખ તરીકે અને કોપોઁરેટર તરીકે ઉમદા કામગીરી કરી હતી. હાલ દેવભુમી દ્વારકા જિલ્લા ભાજપમાં ઉપ-પ્રમુખ તરીકે તેમજ મહિલા મોર્ચાના જિલ્લા પ્રભારી તરીકે તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. આજરોજ તેમના જન્મ દિવસ નિમિતે વડીલો દ્વારા આશીર્વાદ તેમજ આગેવાનો, કાર્યકરો, મિત્રવર્તુળ અને શુભેરછકો દ્વારા શુભકામનાઓની વર્ષા થઈ રહી છે. તેમના મોબાઈલ નં. ૯૧૦૪૧૨૪૪૪૪ છે.