દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 46 દર્દીઓનો ઉમેરો

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ કોરોના વાયરસના દ્વારકા તાલુકામાં 24, ખંભાળિયા તાલુકામાં 18, કલ્યાણપુર તાલુકામાં 3 અને ભાણવડ તાલુકામાં 1 મળી કુલ 46 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. આજરોજ જિલ્લામાં કોરોના અંગેના કુલ 1174 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે દ્વારકાના 16, ભાણવડના 9 અને ખંભાળિયાના 3 દર્દીને સ્વસ્થ જાહેર કરાયા છે.