ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તારીખ 23 મી જાન્યુઆરીના રોજ વધુ એક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

એક દાતા સદ્ ગૃહસ્થના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રક્તદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવશે. “રક્તદાન એ જ મહાદાન” નું સૂત્ર સાર્થક કરવા આગામી રવિવારે સવારે 9:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી વિશાળ પ્રમાણમાં રક્તદાન થાય તે માટે ચેરપર્સન બીનાબેન રત્નાકર તથા દિપ્તીબેન બરછા દ્વારા યુવાનો તથા યુવતીઓને અપીલ કરવામાં આવી છે.