ખંભાળિયાના વાડીનાર ગામે આગામી રવિવારે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

અનેક નિષ્ણાત તબીબો વિનામૂલ્યે સેવા આપશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયાની જાણીતી ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉપક્રમે વાડીનાર ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે રવિવારે સવારે સાડા નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી યોજવામાં આવેલા આ નિદાન કેમ્પમાં બી.પી., ડાયાબિટીસ, ઓક્સિજન, જરૂરિયાતવાળા દર્દીઓને ઈ.સી.જી. તપાસ સહિતના રોગોનું વિનામૂલ્યે નિદાન કરી અને દવાઓ પણ આપવામાં આવશે.

આ કેમ્પમાં અહીંના જાણીતા ડોક્ટર સાગર ભૂત ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નિસર્ગ રાણીંગા, ઈ.એન.ટી. સર્જન ડોક્ટર દિલાવર બારોટ, ફિઝિશિયન ડોક્ટર આનંદ થાનકી, સહિતના અનેક તબીબો તેમની સેવાઓ આપશે. જેનો લાભ લેવા માટે અગાઉથી મોબાઈલ નંબર 8000111232 ઉપર નામ નોંધાવા આયોજકો દ્વારા એક યાદીમાં જણાવાયું છે.