દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા 45 કેસ નોંધાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ગુરુવારે આરોગ્ય વિભાગના જારી કરવામાં આવેલા આંકડા મુજબ કોરોનાના ખંભાળિયા તાલુકામાં 18, દ્વારકા તાલુકામાં 24, ખંભાળિયા તાલુકામાં 17, ભાણવડ તાલુકામાં 7 અને કલ્યાણપુર તાલુકામાં 3 સહિત મળી કુલ 45 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં કોરોના અંગેના કુલ 1,049 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જ્યારે ખંભાળિયા અને ભાણવડના 8-8 દ્વારકાના 5 અને કલ્યાણપુર તાલુકાના 3 દર્દી મળી કુલ 24 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.