ખંભાળિયા શહેર લઘુમતી મોરચાના હોદેદારોની વરણી કરાઈ

પ્રમુખ તરીકે યુનુસ કાસમ ચાકી વરાયા

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના શહેર લઘુમતી મોરચા સેલની રચના કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, જિલ્લા અઘ્યક્ષ ખીમભાઈ જોગલ વિગેરે સાથે સંકલન સાધ્યા બાદ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા શહેરના લઘુમતી સેલના પ્રમુખ તરીકે જાણીતા કાર્યકર યુનુસ કાસમભાઈ ચાકીને જવાબદારી સોંપવામાં આવી છે.

આ સાથે સેલના મહામંત્રી તરીકે મોશીન સલીમ ચાકી, ઉપપ્રમુખ તરીકે મુસ્તાક યુનુસ ખાખી, રફિકભાઈ પાસ્તા અને રિયાઝભાઈ શેખની જ્યારે મંત્રી તરીકે રસીદભાઈ પાસ્તા, અવેશભાઈ ખુરેશી અને નીશાતભાઈ ચાખીની વરણી કરવામાં આવી છે.

તેમની વરણીને જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા સહિતના હોદ્દેદારો, કાર્યકરોએ આવકારી અને શુભકામનાઓ પાઠવી છે.