કલ્યાણપુરના પીંડારા ગામે ગૌશાળાની મુલાકાત લેતા સાંસદ પૂનમબેન માડમ

ગ્રામજનોના સેવા કાર્યથી સાંસદ પ્રભાવિત થયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા વર્ષોથી ચલાવાતી ગૌશાળાની મુલાકાત જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે લીધી હતી. પીંડારા ગામની આ ગૌશાળામાં ચાલતી માનવતાવાદી પ્રવૃત્તિઓને આવકારી, તેમણે ગ્રામજનો તથા આગેવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આટલું જ નહીં, ગૌમાતા તથા ગૌ સેવા માટે મદદરૂપ થવા અને સેવાકીય કાર્યક્રમમાં સહભાગી થવા સાંસદ પૂનમબેન માડમએ તત્પરતા પણ દર્શાવી હતી.