ખંભાળિયા પંથકમાં ઝાંકળનું સામ્રાજ્ય છવાયું

માવઠાની આગાહી વચ્ચે તાપમાનનો પારો ઉપર ચડ્યો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે તથા આજે વહેલી સવારે ઝાકળભર્યો માહોલ છવાયો હતો.

ખંભાળિયા પંથકમાં ઉતરી આવેલી ઝાંકળના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો હતો. આ ઝાકળના વરસાદના લીધે ખાસ કરીને નદી કે પાણીવાળા વિસ્તારોમાં થોડે દૂર સુધી પણ જોવામાં હાલાકી થતી હતી. ઝાકળબિંદુના લીધે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને હાઈ-વે પર એસ.ટી. બસ તથા ખાનગી વાહન ચાલકો નિર્ધારિત સમયે પહોંચી શક્યા ન હતા. આ ધુમ્મસના કારણે ઠંડીનું પ્રમાણ ઘટયું હતું અને ગુલાબી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો.