દ્વારકામાં પાલિકા, પોલીસ અને આરોગ્ય વિભાગની સયુંકત માસ્ક ઝુંબેશ

કોરોના સંક્રમણ વધતા પ્રવાસી – નાગરિકોને માસ્ક વિતરણ સાથે માસ્ક પહેરવા સોનેરી સૂચન

 

(રિશી રૂપરેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ યાત્રાધામ દ્વારકામાં આવી રહ્યા હોય ચિંતાનું મોજું પ્રસર્યું છે ત્યારે આજે નગરપાલિકા, પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સયુંકત માસ્ક ઝુંબેશ શરૂ કરી લોકોને માસ્ક વિતરણ કરી મહામારીથી બચવા માસ્ક અવશ્ય પહેરવા સોનેરી સૂચન પણ કર્યું હતું.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો હોવાથી કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકો કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરે અને ખાસ કરી લોકો માસ્ક પહેરી અને સંક્રમણ ઘટાડવામાં મદદરૂપ થાય તે માટે આજે યાત્રાધામ દ્વારકા શહેરમાં આજે જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા, પોલીસ તથા આરોગ્યતંત્ર દ્વારા માસ્ક ઝુંબેશ યોજવામાં આવી હતી.

આ ઝુંબેશ દરમિયાન અધિકારી કર્મચારીઓએ પગપાળા નીકળી માસ્ક ન પહેરતા દ્વારકાના નાગરિકો અને પ્રવાસીઓને માસ્ક પહેરવા માટે સૂચન કર્યું હતું અને સાથે સાથે માસ્ક વિતરણ પણ કર્યું હતું.