ખંભાળિયા તાલુકા ભાજપ મહિલા મોરચાના નવા હોદ્દેદારો વરાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા દ્વારા તાજેતરમાં જુદા જુદા મોરચાના હોદ્દેદારોની કરવામાં આવેલી વરણીમાં મહિલા મોરચાના પ્રમુખ તરીકે કિરણબેન ધર્મેન્દ્રભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે અલ્પાબેન ડોલર અને મહામંત્રી તરીકે ગીતાબા ભરતસિંહ ચુડાસમાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે વાડીનારના જુનદ કાસમ ચમડીયા અને મહામંત્રી તરીકે કરમદી ગામના અકરમ હાજીભાઈની વરણી કરવામાં આવી છે.

આ વરણીને જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, મહામંત્રી કાનાભાઈ રવજીભાઈ નકુમ તથા કાનાભાઈ હેભાભાઈ કરમુર સહિતના આગેવાનોએ આવકારી છે.