દ્વારકામાં વરલી ભક્ત ઝડપાયો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દ્વારકામાં જૂની નગરપાલિકા કચેરી પાસે રહેતા અસલમ મજીદભાઈ વેતરણ નામના 19 વર્ષના મુસ્લિમ યુવાનને સ્થાનિક પોલીસે તીનબત્તી ચોક પાસેથી વર્લી મટકાનો જુગાર રમતા રૂપિયા 1,460 ની રોકડ રકમ તેમજ વર્લી-મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.