દેવભૂમિ દ્વારકા જિલ્લા ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠક યોજાશે

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાપિત વિવિધ ઉદ્યોગ કેન્દ્રોને લગતા પ્રશ્નોના નિકાલ માટે સિંગલ વિન્ડો ઈન્ડસ્ટ્રીયલ ફોલોઅપ ટીમ (સ્વીફ્ટ) અને સામુહિક પ્રશ્નોના નિકાલ માટે જિલ્લા ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની ઓનલાઈન બેઠક આગામી મંગળવાર તારીખ 25 ના રોજ સાંજે સાડા ચાર વાગ્યે ગુગલમીટના માધ્યમથી જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લાના ઔદ્યોગિક એકમોએ પોતાના એકમના તેમજ જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનો, ચેમ્બર ઓફ કોમર્સ સામુહિક જેવા જૂદા-જૂદા સરકારી વિભાગ સાથેના ઉદ્યોગોને લગતા પડતર પ્રશ્નો હોય તો આ પ્રશ્નો અંગે જે તે સંબંધિત કચેરીને કરેલ રજૂઆતની સંપુર્ણ વિગતો સાથે ઉપરોક્ત સમિતિઓની બેઠકમાં રજૂ કરવા માટે બે નકલમાં ખંભાળિયાના જિલ્લા સેવા સદન ખાતે આવેલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં બે દિવસમાં મોકલી આપવા જણાવાયું છે.