ખંભાળિયા પંથકમાં વંટોળિયો માહોલ સર્જાતાં જનજીવન પ્રભાવિત

– ઠંડીનો પારો ઊંચકાયો –

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. આજે સાંજે ચારેક વાગ્યા બાદ વંટોળિયા પવનના કારણે વાતાવરણમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી. આ સાથે ફૂંકાતા પવનમાં બપોરે ચારેક વાગ્યાથી જાણે ધુમ્મસભર્યો માહોલ છવાયો હોય, તેમ સૂર્યનારાયણ પણ ચાંદા જેવા દેખાતા હતા.

આજે બપોર બાદ પલટાયેલા વાતાવરણથી ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા અમીછાંટણા પણ વરસ્યા હતા. હાલ બદલતા વાતાવરણના કારણે રોગચાળાનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. જેની સીધી અસર જનજીવન પર વર્તાઇ રહી છે.